our Journey
સૌ પ્રથમ લગ્નોત્સુક અનાવિલ યુવક્ર, યુવતીઓને યોગ્ય પાત્ર મેળવવામાં મદદરૂપ થવાના, તથા સમાજને મદદ કરવાના શુભ આશય થી અનાવિલ લગ્ન વિષયક Facebook ગ્રુપની
શરૂઆત તા. ૦૬/૦૮/૨૦૨૦ ને ગુરુવારે બપોરે ૨:૩૦ વાગે ડો. બિંદેષ રમણલાલ દેસાઇ, ભદેલી, હાલ — વડોદરા દ્વારા કરવામાં આવી.અને ખૂબ જ થોડા સમયમાં મેમ્બર ની
સંખ્યા તથા તેમનો અભૂતપૂર્વક સહકાર મળ્યો.
સમાજસેવાનાં આ યજ્ઞમા, ગ્રુપનાં એડમીનીસ્ટ્રેટીવ ટીમ માં નિઃસ્વાર્થ ભાવે શ્રી શ્વેતલભાઇ દેસાઇ, સંજયફાર્મ, ચીખલી, શ્રી કેયુરભાઇ દેસાઇ, વલસાડ, શ્રીમતી સીમાબેન દેસાઇ,
વડોદરા, શ્રી ધર્મેશભાઇ નાયક, નવસારી તથા શ્રી હેરંબભાઇ દેસાઇ, મુંબઈ જેવા દિગ્ગજ જોડાયા અને તેમના સફળ માર્ગદર્શન માં આ ગુ્રપે ફકત ૪૫ દિવસમાં ૧૦,૦૦૦+
મેમ્બર બનાવવાના એક મુશ્કેલ લક્ષ્યાંકને ખૂબ જ સહજતાથી પાર કર્યૌ.
આ ઉપરાંત અનાવિલ લગ્ન વિષયક Whatsapp ગુ્રપ પણ ચાલુ કરવામાં આવ્યું કે જેથી કોઇ મેન્બરને Bio-data, "અનાવિલ લગ્ન વિષયક" Facebook Group માં મુકતાં ન
આવડતુ હોય તેને મદદ થઇ શકે. આશરે ૨ મહિનામાં આશરે ૮૫૦ થી વધુ લગ્નોત્સુક અનાવિલ યુવક્ર, યુવતીઓનાં Biodata મળ્યા અને ધણાં વાલીઓ/ઉમેદવારો ને choice
મળી.
એક માસ બાદ, ૦૬/૦૯/૨૦૨૦ ને રવિવારે એડમીનીસ્ટ્રેટીવ ટીમની એક વિડીયો કોન્ફરન્સ મીટીંગ માં મેમ્બર્સને પડતી મુશ્કેલી અંગેની ચર્ચા કરવામા આવી તથા ભવિષ્યમા એક
વેબસાઇટ બનાવવાની દિશામાં કામ કરવાનું ઠરાવવામાં આવ્યું કે જેમાં મેમ્બર્સ ને બાયોડેટા માં Filter option મળી રહે અને તે માટે IT Expert ની સલાહ તથા તેને માટે
થતાં ખર્ચની જાણકારી મેળવવી.
આ મીટીંગની મીનીટસ્ વાંચી તરત જ અનાવિલ યુવાનો શ્રી જલજ દેસાઇ,ટોરોન્ટો, કેનેડા તથા જલ દેસાઇ, કોલોરાડો, યુ.એસ.એ એ અમારો સંપર્ક કરી વેબસાઈટ બનાવી
આપવાનું બીડું ઝડપયું.આમા એક પરિપકવ અને પ્રોફેસનલ ડો.હર્નિસભાઇ નાયક, સોનવાડી હાલ નવસારી, ભારત ની મદદ મળતા કામ ઝડપથી થવા માંડયુ. આમ એક IT
Team નું ગઠન કરવામાં આવ્યું. ત્રણ જુદા જુદા દેશમાં રહેવાનું તથા વિપરીત Timezone માં કામ કરવાનું હોવા છતાં ત્રણે યુવાનો અને અનુભવિઓએે સંકલન સાધી પોતાના સમય,
કૌશલ્ય તથા તેમના સ્વખર્ચે અનાવિલ લગ્ન વિષયક માટેના આ કાર્યને ફકત આશરે ૫ મહિનામાંથી પણ ઓછા સમય સીમા માં કરી બતાવ્યું.આ કાર્યમા શ્રી દિપ દેસાઇ, ચીખલી
એ પણ પ્રારંભિક મદદ કરી છે.
આપણી website નું નામ www.anavilworld.com છે. તા. ૨૬/૦૧/૨૦૨૧ ના દિવસે ૧૦ am વાગે પરમ પૂજ્ય સંતશ્રી જ્ઞાનવત્સલ સ્વામીજી ના વરદ હસ્તે Virtual
launching on air કરવાના છે.ધીમે ધીમે અનાવિલ સમાજ ને લગતી ધણીબધી બાબતો આવરી લેવામાં આવશે એવો અમારો વિશ્વાસ છે.આ વેબસાઈટ માટે થતો તમામ ખર્ચ
આ ત્રણ જલજ,જલ અને ડો. હર્નિસભાઇ એ સ્વખર્ચે કર્યો છે. તેના માટે થયેલ ખર્ચ તથા તેને માટે નિભાવ ખર્ચ તેને મળતી જાહેરાતોમાંથી કરવામાં આવશે.
આજ દીન પર્યત ૧૮ જોડાઓએ પ્રભુતામાં પગલા પાડવાનો નિર્ધાર કર્યો છે. જે આપણી બોલતી સફળતા છે.
અનાવિલ સમાજનું "જય શુકલેશ્વર ધામ" અમારા સૌ માટે "CAPITAL" છે અને રહેશે. અમારું અનાવિલ લગ્ન વિષયક Facebook/Whatsapp Group કે અમારી website,
www.anavilworld.com જય શુકલેશ્વર ધામ કે અન્ય કોઈપણ ગ્રુપ કે સંસ્થા સાથે competition કરવાનો કોઈજ ઈરાદો ધરાવતું નથી. અમારું ધ્યેય અનાવિલ
સમાજના લગ્નોત્સુક અનાવિલ યુવક, યુવતીઓને તથા તેમના વાલીઓને સારી choice મળી રહે તેવું platform પૂરું પાડવાનો છે.
અનાવિલ વર્લ્ડ ટીમ [TOGETHER WE PROGRESS]